શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2010

"માં"

માડી તારી મમતા કેરી
જગેના જાણ દૂજેરી
માડી તારી ગોદ હૂંફાળી
લાગે કો' શૈયા સુંવાળી
માડીના નેહે અમીની ધારા
નીતરતી દીન રાત
માડીના મુખની હેતાળ વાચા
વહેતી સવાર સાંજ
માડી તારો શીતળ કર
લાગે કો' સ્‍વર્ગ શિખર..............માડી તારી............
હૈયાના હીર હેતે મા પાતી,
તો યે જગને જાણ ન થાતી
નાના મોટા બાલુડાને માડી
રાખતી હૈયાંને હાઙ.............માડી તારી............
દુ:ખના ડુંગરે સમતા માની,
ડગતી ના રે લગાર,
કેટકેટલી ભીંસમાં યે માડી
ગાતી શ્રદ્ધાના ગાન
માડી અમ જીવન વાડી
તુજથી છે રે હરિયાળી................માડી તારી..........
તોફાની બાળકે માવડી ડારતી,
છાના છાના ત્‍યારે આંસુડા સારતી
રિસેલા બાળને હૈયામાં ચાંપી
ચૂમતી વારંવાર
માડી તને વંદન કરૂં હું
તારી રજ ભાલે ભરૂં હું..........માડી તારી.........
માતા પિતાના હેતમાં ભાળું
હું આભ ધરાના ફેર
માડી તો નિજ બાલુડા કાજે
હસતા પીવે છે ઝેર
માડી તુ થી ધન્‍ય બની હું
ગૌરવવંતી માને પામી હું
માડી તારી મમતા કેરી
જગેના જાણ દૂજેરી
માડી તારી ગોદ હૂંફાળી
લાગે કો' શૈયા સુંવાળી


માડી તારી મમતા કેરી
જગેના જાણ દૂજેરી
માડી તારી ગોદ હૂંફાળી
લાગે કો' શૈયા સુંવાળી
(તા. ૧૫-૮-૭૫)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો