શનિવાર, 28 ઑગસ્ટ, 2010

"પીતા"

સકળ આ સૃષ્‍ટિ પર પૂજ્ય મૂરત દેવ તણી,
અન્‍યની પૂજા ના કદી દીઠી મેં આ ધરા મહીં,
દેવ મૂરત દીસુ સદા હું મંદિર દેવાલય મહીં
પણ સાક્ષાત દેવ આંગણીયે જોતી હું મુજ ઘર મહીં
દેવ સમ મુજ પીતા એના વ્હાલ્યે પ્રભુ સવાયા,
સાગરની અગાધતા સાથ ગગનની વિશાળતા
પૃથ્‍વી તણી પ્રગાઢતા વળી એમાં ચંદ્રની ય શિતળતા
જેના નેહે નીતરતી વત્‍સલ્‍તા એવા છે મુજ પીતા.
સગા, સંબંધી, સ્‍નેહી, કુટુંબ કબીલાનીએ છાયા
વટવૃક્ષ એ એવું બળુકું, સૌને કાજ સદા ઘસતું કાયા
સુખ-દુ:ખ એને સમાન સરખા, કદી તજે ના શ્રદ્ધા,
સુખ ચડે ના, દુ:ખ ડગે ના, સદા મુખ સંતોષ રેખા સમાયા
એવા છે મુજ પીતા.
શ્રદ્ધા દિપક સદા પ્રજ્જવળે ઝળાહળા,
ના કદિ નિરાશાનો સ્‍પર્શ પામે એના અચળ પથે પડે પડઘા
સ્‍નેહ નિતરતો કર અર્પે સહુને સદા શિતળતા,
બોલે થોડું, થોડામાં આપે ઘણું એવી એની ઉદારતા
એવા છે મુજ પીતા
હેત વર્ષા સહુ પર સમાન વર્ષાવતા મુજ પીતા
થાય જરા શી ભૂલ, બેટા કહી, બેસાડી પાસ સમજાવતા,
ઠપકાનું ન નિશાન મળે, છતાં પશ્ર્ચાતાપમાં બળતા
અમ જીગરને સાંત્‍વન આપી, સન્‍માર્ગે વાળતા
એવા છે મુજ પીતા
ધીર ગંભીર મુખ, નેહે નીતરતા સદા મધુ હેત
સ્‍વમાન સાચવવા એ તત્‍પર રહેતા હંમેશ
નિસ્‍વાર્થે કર્મ કરવાનો જ એમનો જીવન સંદેશ
પારકા, પોતાના, છે એવો મનમાં ભેદભાવ ન લવલેશ
એવા છે મુજ પીતા
જીવન સંધ્‍યાએ પહોંચ્‍યો દેહ, તો યે રવિ શી મુખ પર આભા,
એના તેજ અમ સહુને સદા સર્વદા અજવાળતા,
સંતોષી જીવ એનો, સમતા ઘણી, મુખ પર પ્રસન્‍નતા
એવા મુજ દેવ તુલ્‍ય પીતાની શક્ય બને પૂજા.

(તા. ૨૮/૭/૭૫)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો